ગાંધીનગર: આજથી ગુજરાતમાં લવ જેહાદ કાયદો અમલમાં, વાંચો સજાની કેટલી છે જોગવાય

Update: 2021-06-15 07:24 GMT

વિધર્મી દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ રોકવા માટે વિધાનસભામાં પસાર કરેલા લવ જેહાદ(ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદાનો આજથી ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે. અંદાજે બે મહિના પહેલા ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપ્યા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજથી ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-2021નો અમલ શરૂ કરાવ્યો છે.

ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. આવા લવજેહાદના કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવનાર છે, જેને લઇને વ્યક્તિ વિરૂદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેના માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકુમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતાની સાથે જ એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

Tags:    

Similar News