ગુજરાત: વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા બીજા 9 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા જાહેર, વાંચો કોને કોને મળી ટિકિટ

જેમાં 9 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ બીજી યાદી જાહેર કરતાં કહ્યું કે AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

Update: 2022-08-18 10:12 GMT

રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં આપની એન્ટ્રી થી રસાકસી જોવા મળી રહી છે અને અત્યારે આપ બીજી રાજકીય પાર્ટીઓ કરતાં આગળ ચાલી રહી એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. ગુજરાત AAP પાર્ટી રાજ્યમાં ચૂંટણી જાહેર થયા તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. આજે ગુજરાતમાં AAP પાર્ટી વિધાનસભા ચૂંટણી 2022 માટે મુરતીયાઓ નું બીજું લિસ્ટ જાહેર કરી દીધું છે,

જેમાં 9 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ બીજી યાદી જાહેર કરતાં કહ્યું કે AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. વહેલી યાદીથી લોકો વચ્ચે જવાનો પ્રતિનિધિને સમય મળે છે. જેમના નામ જાહેર કર્યા તેઓ અત્યારથી મહેનત કરી રહ્યાં છે. તેમની મહેનતથી લોકો એક તક આપવા માગે છે. આજે બીજી યાદી જાહેર કરી છે જોકે આમ આદમી પાર્ટીના પ્રદેશ અને દિગ્ગજ નેતાના નામ હાલ જાહેર કરવામાં નહીં આવે. ચર્ચા મુજબ આ યાદી કે હવે પછીની યાદીમાં ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી સહિતના મોટા નેતાઓના નામ કદાચ નહીં હોય. રણનીતિ ભાગ મુજબ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ અને કોંગ્રેસ તેના નેતાઓના નામ જાહેર કરશે તે બાદ જ આપ પાર્ટી પણ દિગ્ગજોને ઉતારશે

Tags:    

Similar News