કસ્ટોડિયલ ડેથ 21 મોતની સંખ્યા સાથે ગુજરાત બીજા નંબરે

વર્ષ 2021-22માં 28 ફેબ્રુઆરી સુધીમાં પોલીસ કસ્ટડીમાં 21 અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 96 મળીને કુલ 117 લોકોના મોત થયા છે.

Update: 2022-03-25 05:27 GMT

કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વર્ષ 2021-22માં 28 ફેબ્રુઆરી સુધીમાં પોલીસ કસ્ટડીમાં 21 અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 96 મળીને કુલ 117 લોકોના મોત થયા છે.આમ દેશમાં કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત આગળ વધ્યું છે જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે

રાજ્યમાં વર્ષ 2020-21માં આ આંકડો 99નો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં દેશમાં પોલીસ કસ્ટડીમાં કુલ 155 લોકોના મોત થયા છે જે પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 29 નોંધાયા છે જ્યારે 21 મોતની સંખ્યા સાથે ગુજરાત બીજા નંબરે છે. લોકસભામાં અતારાંકિત પ્રશ્ન ના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગૃહને આ માહિતી આપી.દેશમાં આજના વર્ષમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ ઉત્તર પ્રદેશમાં 451 છે. દેશમાં પોલીસ કસ્ટડીમાં 155 અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 2152 મળી કુલ 2307 મોત થયા છે.

લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) દ્વારા 2016-17 થી લઈને 2021-22માં 28 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યમાં કુલ 46 કેસોમાં 118 લાખ રૂપિયા આર્થિક વળતર ચૂકવવાની ભલામણ કરી છે. એનએચ આરસીએ આ સમયગાળામાં દેશમાં કુલ 1184 કેસોમાં 28.47 કરોડ રૂપિયાની આર્થિક વળતર ચુકવવાની ભલામણ કરી છે. દેશમાં કુલ 21 કેસોમાં આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

Tags:    

Similar News