કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેકસિન અભિયાન તેજ કરાયું

રોના/ઓમીક્રોનની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાના અગમચેતીના ભાગ રૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેકસિન અભિયાન પુરજોશ

Update: 2021-12-30 16:02 GMT

કોરોના/ઓમીક્રોનની સંભવિત ત્રીજી લહેરને અટકાવવાના અગમચેતીના ભાગ રૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેકસિન અભિયાન પુરજોશ ચાલી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ કેન્દ્રો ઉપર અંદાજે 12,00000 લોકોને રસી લઈ ચુક્યા છે. અને 2000 લોકો માત્ર સેકન્ડ ડોઝ બાકી હોવાની તેમજ તંત્ર દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સિન સરળતાથી મળી રહે તે માટે હરઘર દસ્તક જેવા આયોજનો અંતર્ગત ઘરેઘરે ગામડે ગામડે જઇ તમામ શક્ય પ્રયાસો મેડિકલ સહિત ટીમ દ્વારા હાથ ધરાઈ રહ્યા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જ્યાં જ્યાં વેક્સિનેશન બાકી હોય ત્યા પણ તંત્ર દ્વારા કેમ્પના આયોજનો કરી ને વધુમાં વધુ લોકોને રસી અપાઇ રહી છે.

તેમજ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ જિલ્લાના લોકોને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા ,સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને વારંવાર હાથ ધોવા સહિત એસ.ઓ.પી.નું અને સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવા અને કોરોનાની રસી લેવા માટે અને આગામી રસીકરણમાં બાળકોને રસી લેવડાવવા સહિત અપીલ પણ કરવામાં આવી હતી.

Tags:    

Similar News