શું હાર્દિકને ભાજપમાં સામેલ કરવા બીજેપી હાઇકમાન્ડની લીલીઝંડી ? જાણો શું છે સમગ્ર મામલો..?

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર યુવા નેતા હાર્દિક પટેલ કૉંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટી નું કમળ પકડશે તે નક્કી છે.

Update: 2022-05-24 07:26 GMT

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર યુવા નેતા હાર્દિક પટેલ કૉંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટી નું કમળ પકડશે તે નક્કી છે. હાર્દિક પટેલ આગામી 30 મી મેના રોજ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાતના અગ્રણી દૈનિક વર્તમાન છપાયેલા અહેવાલ પ્રમાણે હાર્દિકના પ્રવેશને લઈ ને બીજેપી હાઇકમાન્ડની લીલી ઝંડી મળી ગઈ છે.

સમાચારપત્ર અહેવાલ પ્રમાણે હાર્દિક પટેલે એવી ઈચ્છા જાહેર કરી હતી કે નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ વખતે અથવા ગાંધીનગર ખાતે યોજાનાર સહકાર સંમેલનમાં અમિત શાહની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરવો. જોકે, હાઇકમાન્ડે હાર્દિક પટેલની આ બંને માંગણી ગ્રાહ્ય ન રાખી હોવાનું જાણવા મળે છે. આથી હાર્દિક પટેલ આગામી 30મીએ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ છે હાર્દિકની સાથે તેના વિશ્વાસુઓ અને કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી ચર્ચા ચાલી રહી છે.

જોકે, કમલમ ખાતે શક્તિ પ્રદર્શન માટે હાર્દિક પટેલ ને મંજૂરી મળી નથી. આથી શક્ય છે કે 30 મી તારીખે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના નેતાઓ કમલમ ખાતે હાજર રહેશે ત્યારે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરે.ભૂતકાળમાં હાર્દિક પટેલ બીજેપીના અનેક નેતાઓ વિરુદ્ધ બેફામ નિવેદનો કરી ચુક્યો છે. આથી તેને હવે ખભે બેસાડવો યોગ્ય નથી, તેમ બીજેપી એક વર્ગ માની રહ્યો છે. ચર્ચા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલને લઈને મતમતાંતર છે. એક પક્ષ એવું સ્પષ્ટ માને છે કે હાર્દિકે બેફામ વાણીવિલાસ કર્યો છે, આથી ભાજપમાં પ્રવેશ પહેલા તેણે પક્ષની માફી માંગવી જોઈએ. બીજો પક્ષ એવું માને છે કે હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપીને તેને કદ પ્રમાણે વેતરીને બદલો લેવો જોઈએ

Tags:    

Similar News