જામનગર : અષાઢી બીજ નિમિત્તે સૌપ્રથમ વખત "ગૌચારા અન્નકૂટ"નું આયોજન કરાયું

Update: 2021-07-12 08:59 GMT

આજે અષાઢી બીજ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. તેમજ ઠેરઠેર કાળિયા ઠાકોરની રથયાત્રા અને વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, ત્યારે જામનગરમાં જલારામ બાપાના મંદિર ખાતે ભગવાન શ્રી ક્રુષ્ણને પ્રિય ગાય માટે અનેક વાનગીઓનો અન્નકૂટ બનાવી લોકોને દર્શન માટે મુકવામાં આવ્યો હતો.


જામનગરના હાપા વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે અષાઢી બીજ નિમિતે ભગવાન શ્રી ક્રુષ્ણ ગોવાળિયાને અતિ પ્રિય ગાય માટે સૌપ્રથમ વખત ગૌચારા અન્નકૂટ દર્શનનું વિશેષ આયોજન જલારામ સેવા ટ્રસ્ટ હાપા, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હૉલ, મંગલા વિઠ્ઠલેશ ગૌશાળા તથા જલારામ મંદિર હાપાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌચારા અન્નકૂટમાં લીલું શાકભાજી, ફ્રૂટ, ગોળ, ભૂસો, લાડવા, ગોળ પાપડી જેવી 31 વાનગીઓ મુકવામાં આવી હતી.

જલારામ બાપાના મંદિર ખાતે આ અન્નકૂટના દર્શન કરવા અને નિહાળવા માટે મોટી સંખ્યામાં જલારામ ભક્તો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ સરકારની કોરોના ગાઈડલાઇન અનુસાર આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે લોહાણા સમાજના અગ્રણી વિપુલ કોટક, રમેશ દતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.

Tags:    

Similar News