જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહાશિવરાત્રી પર્વે ભગવાન શિવજીના પૂજન-દર્શનનો લ્હાવો લીધો…

મહાશિવરાત્રિ નિમિતે ભગવાન શિવજી નું વહેલી સવારે શાસ્ત્રોકત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું..

Update: 2023-02-18 11:07 GMT

શિવરાત્રિના પાવન પર્વ નિમિતે છોટીકાશી જામનગરમાં મહાદેવહર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે શિવ પાલખી પૂજન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે પરંપરાગત આ વર્ષે પણ ભગવાન શિવજી નું વહેલી સવારે શાસ્ત્રોકત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું..

Full View

છોટીકાશીથી પ્રસિધ્ધ જામનગર શહેરમાં છેલ્લા 42 વર્ષથી મહાદેવહર મિત્ર મંડળ દ્વારા શિવરાત્રિના પાવન પર્વ પર શિવ શોભાયાત્રા અને ભગવાન શિવજીનું શાસ્ત્રોક્ત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવે છે, ત્યારે મહાદેવહર મિત્ર મંડળના રાજુ વ્યાસ સહિતના સભ્યો દ્વારા ભગવાન શિવજીની ભવ્ય મહાઆરતી અને પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેરના નવયુગલો દ્વારા પ્રથમ ગણપતિ પૂજન અને ત્યારબાદ ચાંદીના સિંહાસન પર બિરાજમાન ભગવાન આશુતોષ મહાદેવનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ભગવાન શિવજીના પૂજન અને દર્શનનો લ્હાવો લીધો હતો.

Tags:    

Similar News