જામનગર : છેવાડાના માનવીના કલ્યાણનો સંકલ્પ, ભાજપના ઈ-સ્કૂટર સંપર્ક અભિયાનનો પ્રારંભ...

જામનગર ખાતે શહેર ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના 78 અને 79 વિસ્તારમાં ઇ-સ્કૂટર અભિયાનની શરૂઆત કારવામાં આવી હતી.

Update: 2022-10-14 09:36 GMT

જામનગર ખાતે શહેર ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના 78 અને 79 વિસ્તારમાં ઇ-સ્કૂટર અભિયાનની શરૂઆત કારવામાં આવી હતી.

જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ ભાજપ એસસી. મોરચાના ડો. પ્રદ્યુમન વજા અને શહેર પ્રમુખ ડૉ. વિમલ કગથરાના માર્ગદર્શન હેઠળ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજીત "ઈ-સ્કૂટર સંપર્ક અભિયાન" દ્વારા જામનગર મહાનગરના 78 અને 79 વિધાનસભા અનુસુચિત જાતિ વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકાર દ્વારા યોજનાઓ અને અનુસુચિત જાતિ માટે કરેલ કાર્યો અંગે માહિતગાર કરવા માટે બુથ સુધી "ઈ-સ્કૂટર સંપર્ક અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપાની સરકાર દ્વારા અંત્યોદય કલ્યાણ, છેવાડાના માનવીના કલ્યાણના સંકલ્પ સાથે છેલ્લા ઘણા વર્ષોથી અનેક યોજનાઓ ચાલી રહી છે, અને આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચી રહે તેમજ વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેવા હેતુથી ઈ-સ્કૂટર સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારો તેમના સિદ્ધાંતો પણ ડિજિટલ યુગમાં ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચે તેવા શુભ આશયથી એલ.સી.ડી સ્ક્રીન ધરાવતા ઇ-બાઈકને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા. જે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરશે. આ પ્રસંગે મૅયર બિના કોઠારી, ચેરમેન મનીષ કટારિયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી પ્રકાશ બાંભણીયા, પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા મંત્રી બાબુ ચાવડા, પ્રમુખ હરીશ ચૌહાણ અને કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News