જામનગર : સ્થાપના દિન નિમિત્તે તિરંગા હેરિટેજ વોક અને ખાંભી પૂજનનું આયોજન, 3000થી વધુ સંસ્થાઓ અને શાળાઓના બાળકો જોડાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483 મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2022-08-04 09:22 GMT

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483માં સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક અને ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું. JMC દ્વારા આયોજિત હેરિટેજ વોકમાં બહોળા પ્રમાણમાં સંસ્થાઓ ,સંગઠનો સરકારી ,ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483 મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી , મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ વિવિધ સંસ્થાઓ, શાળાના બાળકો બહોળા પ્રમાણમાં જોડાયા હતા. આશરે 3 હજારથી વધુ શહેરના વિવિધ સંસ્થાઓ, શાળાના બાળકો આ વોકમાં જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર 483 માં સ્થાપના દિન નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ખંભાળિયા ગેટ થી દરબારગઢ સુધી હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું. આ હેરિટેજ વોકમાં જામનગર વિવિધ ધાર્મિક ,સામાજિક સંસ્થા વિવિધ સંગઠનો સરકારી ખાનગી શાળાના બાળકો સાથે બહોળા પ્રમાણમાં શહેરીજનો તિરંગા સાથે જોડાયા હતા.આ હેરિટેજ વોકનું પ્રસ્થાન શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી દ્વારા ખંભાળિયા ગેટથી કરાવ્યું હતું. હાથમાં તિરંગા સાથેની આ હેરિટેજ વોક ભુજીયા કોઠા થઈ લાખોટા તળાવ થઈ ગેટ નંબર 8 થી પ્રવેશ કરી જામ રણજીતસિંહજી ની પ્રતિમા ખાતે જઇ ગેટ નંબર 6 થી ખંભાળિયા ચોક ખાતે જ્યાં મેયર, કમિશ્નર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા શહીદ ભગતસિંહ ની પ્રતિમા ફુલહાર કર્યા બાદ દરબાર ગઢ ખાતે પહોંચી હતી. દરબાર ગઢના સર્કલ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ થઈ હતી.હેરિટેજ વોકની પૂર્ણાહુતી બાદ દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગર 483 માં સ્થાપના દિન નિમિત્તે ના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News