ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, રૂ.200 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની બોટ ઝડપાય

ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

Update: 2022-09-14 05:14 GMT

ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન માં ભારતીય જળસીમામાં અંદર 6 માઈલ અંદર એક પાકિસ્તાની બોટને 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે.ICGની બે ફાસ્ટ એટેક બોટોને ગુજરાતના જખૌ કિનારે 33 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. IMBL નજીકથી આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.

પંજાબની જેલમાં બંધ નાઈઝિરિયન આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ નેટવર્ક જેલમાંથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં જ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને કહ્યું હતું કે ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવી ડ્રગ્સ પકડતા રહીશું. પોલીસ સાહસ ને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને જનતા જોઈ રહી છે. એક અંદાજ મુજબ ગુજરાત પોલીસે ટૂંકા સમયગાળામાં જ કુલ 6 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.

Tags:    

Similar News