જુનાગઢ: ગીર અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન, ૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકોએ લીધો ભાગ

Update: 2023-02-06 11:54 GMT

ગરવા ગિરનારની ગોદમાં સ્પર્ધાનું આયોજન

ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાય

૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકોએ ભાગ લીધો

જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે ૫૪૫ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. ૧૫મી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં ૧૩ રાજયોના ૬૩૮ સ્પર્ધકો નોંધાયા હતા.

યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનારઆરોહણ સ્પર્ધા સવારે ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો આરંભ મેયર ગીતા પરમાર, ધારાસભ્ય સંજય કોરડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સહિતના મહાનુભવોએ ફ્લેગ ઓફ કરી કરાવ્યો હતો ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.સ્પર્ધામાં સિનિયર બહેનોમાં ૩૧.૨૪ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું.સિનિયર ભાઈઓમાં ગુજરાતના પરમાર લાલાએ ૫૬.૫૮ મિનિટના, જુનિયર બહેનોમાં ૩૮.૫૨ મિનિટના સમય સાથે ઉત્તરપ્રદેશની રંજના યાદવ, જુનિયર ભાઈઓમાં ૧ કલાક ૩૧ સેકન્ડના સમય સાથે હરિયાણાના સાગરભાઇએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. 

Tags:    

Similar News