ખેડા : ભારત સરકાર દ્વારા રૂડસેટ સંસ્થાના તાલીમાર્થી તથા નિયામકનું સન્માન કરાયું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ભારત સરકાર દ્વારા ખેડા જિલ્લા રૂડસેટ સંસ્થાના તાલીમાર્થી તથા નિયામકનું સન્માન કરાયું હતું.

Update: 2022-03-28 15:41 GMT

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ભારત સરકાર દ્વારા ખેડા જિલ્લા રૂડસેટ સંસ્થાના તાલીમાર્થી તથા નિયામકનું સન્માન કરાયું હતું.

આઝાદીના ૭૫માં અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા નવી દિલ્લી મુકામે પ્રોજેકટ ઉન્નતિના ૭૫ લાભાર્થીના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રૂડસેટ સંસ્થા–નડીઆદ દ્વારા પશુપાલન અને વર્મી કંપોસ્ટની તાલીમ મેળવેલ તાલીમાર્થી કાંતિ પરમાર રહે. મુ.ધોળાકુવા (ઊંબા) તા. ઠાસરા જી.ખેડા દ્વારા પોતાનો સ્વરોજગાર પ્રાપ્ત કરવા માટે આદરણીય કેન્દ્રિય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ મંત્રી ગિરિરાજસિંહના વરદ હસ્તે શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા પ્રોજેકટ ઉન્નતિ અંતર્ગત શ્રેષ્ટ તાલીમ પૂરી પાડવા બદલ અજયકુમાર પાઠક નિયામક રૂડસેટ સંસ્થા–નડીઆદનું પણ શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News