કચ્છ : ગાંધીધામ-ભચાઉ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત

કચ્છના ભચાઉમાં કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો. ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Update: 2023-06-06 07:05 GMT

કચ્છના ભચાઉમાં કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો. ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

કચ્છના ભચાઉમાં કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો છે. ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટનામાં ટ્રેલર પાછળનું કન્ટેનર છૂટું પડીને રસ્તા વચ્ચે પડ્યું હતું, જ્યારે ટ્રેલરનું કેબિન રસ્તાની સાઈડમાં નીચે ઉતરી ગયું હતું. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉના ચિરઈ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. હાઇવે પર ક્રેટા કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તસવીરો જોઇને ખ્યાલ આવે છે કે કાર અને ટ્રેલર વચ્ચે કેટલી ખતરનાક ટક્કર થઇ હશે. આજે વહેલી પરોઢે ગાંધીધામ-ભચાઉ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર એટલી ભયંકરક હતી કે, ટ્રેલર પરનું કન્ટેનર છૂટું પડીને રસ્તાની વચ્ચે પડ્યું હતું. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. જોકે, અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

Tags:    

Similar News