કરછ: રૂ.21 હજાર કરોડના ડ્રગ્સ કૌભાંડમાં અદાણી પોર્ટની ભૂમિકા અંગે તપાસ કરવા કોંગ્રેસની માંગ

Update: 2021-09-22 12:08 GMT

કરછના મુંદ્રામાંથી ઝડપાયેલ રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સ કૌભાંડમાં કોંગ્રેસ દ્વારા અદાણી પોર્ટ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ કેસમાં અદાણીની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

મુન્દ્રા 21 હજાર કરોડના ડ્રગ્સકાંડ પ્રકરણમાં કચ્છનાં કોંગ્રેસી નેતાએ અદાણી પોર્ટ સામે આક્ષેપો લગાવ્યા છે. પ્રવક્તા પી.સી.ગઢવીએ કહ્યું કે જ્યારથી દેશમાં ખાનગીકરણ કરવામાં આવ્યું છે ત્યારથી ગેર પ્રવૃતિઓ વધી ગઈ છે.

મુન્દ્રા પોર્ટ અદાણીને સોપાયા બાદ અહીં યુવાધનને બરબાદ કરતી ડ્રગ્સની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ પકડાઈ છે ખરેખર આ કેસમાં અદાણીની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

કચ્છનાં અદાણી મુન્દ્રા બંદરેથી ડીઆરઆઈની ટીમે બે કન્ટેઇનરની તપાસ કરીને 21 હજાર કરોડની કિંમતનું 3 હજાર કિલો હેરોઇન ડ્રગ્સ પકડી પાડયુ છે. એ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી ઈરાન થઈ મુન્દ્રા આવ્યુ હતું અને અહીંથી દિલ્લી જવાનું હતું.ડાયરેકટર રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે માલ મંગાવનાર ચેનઇના દંપતીની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે.

આ કેસમાં અફઘાનિસ્તાનના બે નાગરિકો સહિત કુલ 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે આ હેરોઇન કાંડ એશિયાનું સૌથી મોટું ડ્રગ્સ કાંડ છે જેને લઈને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ કચ્છ, અમદાવાદ, દિલ્લી અને ચેન્નઈમાં પડાવ નાખી તપાસ પણ આરંભી દીધી છે.

અદાણી ગ્રુપે આ બનાવમાં સ્પષ્ટતા આપી છે કે, અમારી કોઈ ભૂમિકા નથી અમે ખાલી કાર્ગો ઓપરેટ કરીએ છીએ અને માલમાં શુ આવે છે તે જોવાની જવાબદારી ડીઆરઆઈની છે. આ કેસમાં ઇડીએ મની લોન્ડરીંગનો કેસ પણ દાખલ કર્યો છે તેમજ ડ્રગ્સ કાંડના તાર અફઘાનિસ્તાન અને તાલિબાન સુધી ફેલાયેલા હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ છે.

Tags:    

Similar News