કચ્છ : ભજના લોરીયાના પ્રસિધ્ધ દેવાલયમાં થી લાખોના આભૂષણ ચોરતા ચકચાર,જાણ શું છે સમગ્ર મામલો..?

ભુજ તાલુકાનાં લોરીયાના હનુમાનનગર ગામમાં આવેલ એક પ્રસિધ્ધ દેવાલાયમા આજરોજ તસ્કરોએ લાખોના મત્તાની તસ્કરી ચલાવી હતી

Update: 2022-02-05 14:12 GMT

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનાં લોરીયાના હનુમાનનગર ગામમાં આવેલ એક પ્રસિધ્ધ દેવાલાયમા આજરોજ તસ્કરોએ લાખોના મત્તાની તસ્કરી ચલાવી હતી .જેમાં જુદા જુદા દેવી દેવતાઓના આભૂષણોની 10 લાખની ચોરી થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી .

ભુજ તાલુકાના લોરીયા - હનુમાનનગર ગામમાં આવેલા પ્રસિદ્ધ દેવાલયમાં તસ્કરોએ ખાતર પાડીને રૂ 10 લાખના ભગવાનના આભૂષણોની ચોરી કરતા ભારે ચકચાર મચી ગઇ છે.ગામમાં આવેલ જાલપામાં ના મંદિરમાં જુદા જુદા 9 દેવી - દેવતાના સ્થાનક આવેલા છે.અહીં જાલપામાં તેમજ આશાપુરા મા,હિંગલાજ માં,ગાત્રાળ માંને ચડાવેલા ચાંદીના મુગટ,છતર,સોનાની નથડી સહિતના દાગીના તેમજ વચ્છરાજ દાદા અને ખેતરપાળ દાદાની ચાંદીની તલવારની ચોરી કરી ગયા હતા.હરામખોરોએ બીજા દેવાલયને નિશાને બનાવી 450 વર્ષ જૂની ચાંદીના ઘોડા પર બિરાજીત પારેશ્વર દાદાની મૂર્તિ પણ ચોરી ગયા હતા બનાવના પગલે હિન્દૂ ધર્મમાં ભારે રોશની લાગણી ફેલાઇ જવા પામી હતી અને ગામના 150 થી વધુ લોકો ફરિયાદ નોંધવા માટે માધાપર પોલીસમાં દોડી આવ્યા હતા.આ બનાવના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં 3 હથિયારધારી શખ્સો કેદ થઈ ગયા હતા.આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

Tags:    

Similar News