વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એક્શન મોડમાં, આદિવાસી બેઠકો પર યોજાશે મહા સંમેલન...

ખેડબ્રહ્મા અને ભિલોડામાં આદિવાસી નેતાઓ તથા આગેવાનો સાથે સંમેલન યોજાશે. કોંગ્રેસ તા. 1 જૂને ખેડબ્રહ્મા અને તા. 2 જૂને ભિલોડા બેઠક પર શક્તિ પ્રદર્શન કરશે.

Update: 2022-05-31 13:46 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપ આદિવાસી વૉટ બેંકને આકર્ષવા માટે દિગ્ગજોને પક્ષમાં ખેંચી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે આદિવાસી વોટ બેંક જાળવી રાખવા માટે કમર કસી છે. કોંગ્રેસે પોતાના મત વિસ્તારમાં પકડ જમાવી રાખવા માટે નવી રણનીતિ ઘડી છે, અને આદિવાસી બેઠકો પર કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી દર્શાવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આવતીકાલથી એક્શન મોડમાં જોવા મળશે. કોંગ્રેસ તા. 1 જૂનથી શક્તિ પ્રદર્શન યોજાશે. ખેડબ્રહ્મા અને ભિલોડામાં આદિવાસી નેતાઓ તથા આગેવાનો સાથે સંમેલન યોજાશે. કોંગ્રેસ તા. 1 જૂને ખેડબ્રહ્મા અને તા. 2 જૂને ભિલોડા બેઠક પર શક્તિ પ્રદર્શન કરશે. મહત્વનું છે કે, ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ ગયા છે, જ્યારે ભિલોડાના પૂર્વ ધારાસભ્ય અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશિયારા પણ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે,

ત્યારે આ બન્ને બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ જાળવી રાખવા માટે આવતીકાલથી કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળશે આદિવાસી બેઠકો પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે ત્યાં પકડ મજબૂત બનાવે છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જવાબ આપવા હવે કોંગ્રેસ અલગ અલગ આદિવાસી જિલ્લામાં મહા સંમેલન કરશે અને આદિવાસી સમાજને પોતાની સાથે રાખવાનો પ્રાયસ કરશે, આ મહા સંમેલનમાં પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના વરિષ્ઠ નેતાઓ જોડાશે.

Tags:    

Similar News