ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ? મહેસાણા ઉંઝાના ઉનાવા સેન્ટરથી વનરક્ષકની પરીક્ષાનું પેપર થયું લીક

ફરી વાર આજે પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે. મહેસાણા ઊંઝાના ઉનાવા સેન્ટરથી પેપર લીક થયું છે

Update: 2022-03-27 10:52 GMT

રાજ્યમાં અવારનવાર પેપર ફૂટ્યાંના કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે ફરી વાર આજે પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે. મહેસાણા ઊંઝાના ઉનાવા સેન્ટરથી પેપર લીક થયું છે જેને લઇને તંત્ર સામે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઉનાવા સેન્ટરપર પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં.

પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબ સાથે પ્રવેશ્યો હતો. 10 નંબરના બ્લોકના વિદ્યાર્થી લેટરપેડ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. જો કે, આ ઘટનાને પગલે અન્ય પરિક્ષાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ પર પહોંચતા અનેક તર્ક વિતર્કો પણ ઉભા થયા હતાં. તમને જણાવી દઇએ કે, આજ રોજ વનરક્ષક વર્ગ-3ની પરીક્ષા આજે યોજાઇ. જેની માટે વર્ષ 2018માં ભરતી માટેનાં ફોર્મ ભરાયા હતાં. ગુજરાત વનવિભાગમાં 334 જગ્યાઓ ખાલી છે. ત્યારે આજે બપોરનાં 12થી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઇ હતી.

Tags:    

Similar News