નર્મદા: મોવી રોડ પર ટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરી થયેલ લૂંટના ગુનામાં ચોંકાવનારો ખુલાસો

ટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરીને ચલાવાય હતી લૂંટ રૂ. 1.98 લાખના લૂંટના ગુનામાં ટેમ્પા ચાલકની જ ધરપકડ તેમાં ચાલકે જ બનાવ્યો હતો લૂંટનો પ્લાન

Update: 2022-04-20 12:25 GMT

નર્મદા જિલ્લાના દેડીયાપાડા - મોવી રોડ પર કપાસની ટેમ્પાના ચાલક અને ક્લીનરને લૂંટી ફરાર થઇ ગયેલા આરોપીની પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પાણીગેટ પાસે રહેતા અક્ષય દેસાઈ તથા ડ્રાઇવર સાથે આઇસર ટેમ્પામાં મહારાષ્ટ્ર કપાસ ભરીને સંખેડાના કલેડીયા જવા સારૂ નીકળેલા હતા. રસ્તામાં ડ્રાઇવર બદલાતા ડ્રાઇવર તરીકે અક્કલ કુવાના રાજમોવી ગામના ઈસ્તીયાકઅલી મહમદયુસુફ મકરાણી કપાસ ભરેલી ટ્રક લઈને રાત્રીના 12 વાગે દેડીયાપાડા-મોવી હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇક ઉપર આવી આઇસર ટેમ્પો ઉભો રાખ્યો હતો અને ચપપુની અણીએ ટેમ્પા ચાલક તેમજ ક્લીનર પાસેથી રૂપિયા 1.98 લાખના મુદ્દામાલની લુટ કરી ફરાર થઈ ગયા હતા આ મામલે પોલીસે ટેમ્પો ચાલક ઇસ્તિયાક અલી મકરાણી ની ધરપકડ કરી છે. ટેમ્પા ચાલકે જ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો હતો ત્યારે પોલીસે તેના અન્ય ચાર સાથીઓની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News