નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Update: 2023-08-04 11:21 GMT

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રો બીજી તરફ, શાળા દ્વારા હંગામી ધોરણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની કોઈપણ વ્યવસ્થા કરવામાં નહીં આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગે ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, શાળામાં આવવા જવાનો રસ્તો બંધ હોવાથી બાળકોને જોખમી રસ્તા પરથી પસાર થવાની નોબત આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. શાળાની બાજુમાં ગરનાળુ તૂટી ગયેલું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે હાલાકી પડી રહી છે. ફરજિયાત તૂટેલા ગરનાળા પરથી વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓ આ જોખમી રસ્તા પરથી શાળામાં આવી શકે તેમ નથી. જેથી વાલીઓ પોતાના બાળકોની સલામતી જોતા તેમને શાળાએ મોકલતા નથી. પણ સામે શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે હંગામી ધોરણે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શાળામાં શિક્ષકો તો હાજરી પુરાવી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ પ્રવેશી શક્યા નથી. સમગ્ર મામલાને લઈને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 દિવસ બાદ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં બેસાડવાનો નિર્ણય લીધો છે. નવસારી-વેજલપુર નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંકલનના અભાવે વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણ બગાડવાનો વારો આવ્યો છે, ત્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખ આ બાબતે નક્કર કામગીરી કરે એવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News