નવસારી: અંબાડા ગામ "કોલેરાગ્રસ્ત" જાહેર, આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ

અંબાડા ગામે 39 લોકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા, પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળી ગયું હોવાની શક્યતા

Update: 2021-10-06 08:24 GMT

નવસારી તાલુકાના અંબાડા ગામે પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી ભળી જતાં ઝાડા અને ઉલ્ટીનો વાવર સામે આવ્યો છે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગને દોડતું કર્યું છે. જોકે, 63 જેટલા એક્ટિવ કેસ સામે આવતા યુદ્ધના ધોરણે ક્લોરીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

નવસારી તાલુકાના અંબાડા ગામના તળાવ ફળીયામાં સંભવિત પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જતા દૂષિત પાણી પાઈપલાઈનમાં ભળી જતા છેલ્લા 2 દિવસથી ઝાડા-ઊલ્ટીનો વાવર ફાટી નીકળ્યો છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટરના સૂચનથી આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે આસપાસના ઉગત, તોડી, વસર અને સિંગોડ ગામમાં સાફ-સફાઈ તેમજ દવાનો છંટકાવ કરવાની કામગીરી સાથે જ દવાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા લોકોના ઘરે ઘરે જઈ સર્વે સહિત પાણીના નમુના લઈ પૃથ્થકરણ માટે સુરત ખાતે મોકલવામાં આવ્યા છે. જોકે, હાલમાં અસરગ્રસ્ત 63 દર્દી પૈકી 34 દદીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 31 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે.

Tags:    

Similar News