નવસારી : “પુલ નહીં, તો મત નહીં”ના સૂત્ર સાથે 4 ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

ચોમાસામાં ડૂબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને 20 કિમી લાંબો ચકરાવાઓ મારવા પડે છે

Update: 2024-04-11 13:50 GMT

આંતલિયાથી ઉંડાચ ગામને જોડતો પુલ બન્યો બિસ્માર

પુલનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો

ગામના લોકોએ ચુંટણી બહિષ્કારની ઉગ્ર ચીમકી ઉચ્ચારી

“પુલ નહીં, તો મત નહીં”ના સૂત્ર સાથે નોંધાવ્યો વિરોધ

બિસ્માર પુલનું સમારકામ કરી પૂર્વવત કરવા માંગ ઉઠી

નવસારી જિલ્લાના આંતલિયાથી ઉંડાચ ગામને જોડતા પુલનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. નવસારી જિલ્લાના આંતલિયાથી ઉંડાચ ગામને જોડતા બિસ્માર પુલનું છેલ્લા 2 વર્ષથી ગોકળગતી કામ ચાલી રહ્યું છે, ત્યારે યોગ્ય રીતે સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. જેમાં ઉંડાચ, જેસિયા, વાઘલધરા અને બળવાડા ગામના લોકોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે...

“પુલ નહીં, તો મત નહીં”ના સૂત્ર સાથે ગ્રામજનોએ લોકસભા ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. કરોડોના ખર્ચે બનેલ પુલના 2 પિલર 2 વર્ષ અગાઉ બેસી ગયા હતા. જેના સમારકામ શરૂ થયાને 2 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ પુલ ચાલુ નથી થયો. ચોમાસામાં ડૂબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને 20 કિમી લાંબો ચકરાવાઓ મારવા પડે છે, ત્યારે હવે વહેલી તકે બિસ્માર પુલનું સમારકામ કરી પૂર્વવત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..

Tags:    

Similar News