રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે NDAની જાહેરાત, દ્રૌપદી મુર્મૂને મેદાને ઉતાર્યા..

ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતાર્યા

Update: 2022-06-21 16:43 GMT

ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર વિચાર મંથન કરવા માટે ભાજપની સંસદીય બોર્ડની બેઠક પાર્ટી મુખ્યાલયમાં મળી હતી.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, આજની સંસદીય બોર્ડની બેઠકમાં અમે બધા એ અભિપ્રાય પર આવ્યા કે ભાજપ અને NDAએ તેમના તમામ ઘટક પક્ષો સાથે વાત કર્યા બાદ રાષ્ટ્રપતિ માટેના અમારા ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બેઠકમાં લગભગ 20 નામો પર ચર્ચા થઈ હતી. અમે વિપક્ષી દળો સાથે પણ સલાહ લેવાનો પ્રયાસ કર્યો.

Tags:    

Similar News