સોમનાથ ખાતે નવનિર્મિત અતિથીગૃહનું પી.એમ.ના હસ્તે આજે વર્ચ્યુઅલી લોકાર્પણ

સોમનાથ ખાતે નવનિર્મિત અતિથીગૃહનું આજે લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના હસ્તે અતિથીગૃહનું લોકાર્પણ થશે,

Update: 2022-01-21 03:34 GMT

સોમનાથ ખાતે નવનિર્મિત અતિથીગૃહનું આજે લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના હસ્તે અતિથીગૃહનું લોકાર્પણ થશે, આજે PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે.CM ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે, જ્યારે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.સોમનાથ ખાતે સમુદ્ર દર્શન વોક-વે પર 50 હોડીમાં મશાલ સાથે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. ગીર સોમનાથમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અતિથિગૃહ તૈયાર કરાયું છે.30 કરોડ 55 લાખના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહ તૈયાર કરવામાં આવ્યું છે.ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ અતિથિગૃહનો પ્રારંભ કરાવશે. આપને જણાવી દઈએ કે, આ નવનિર્મિત અતિથિગૃહ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો પણ પ્રવાસીઓ માણી શકશે.કુલ 15 હજાર ચોરસ મીટરના વિસ્તારમાં 4 માળનું વિશાળ નવનિર્મિત અતિથિગૃહ તૈયાર કરવામાં આવ્યું છે..જ્યારે તેનો કાર્પેટ એરિયા 7 હજાર 77 ચોરસ મીટર છે.અદ્યતન સુવિધા સાથેના આ અતિથિગૃહમાં 2 વીવીઆઈપી સ્યુટ રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ અને 24 ડીલક્ષ રૂમ છે.તેમજ કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ રૂમ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમની પણ સુવિધા ઉપલભ્ધ છે...આ ઉપરાંત આ અતિથિગૃહમાં 200 લોકોની ક્ષમતાવાળા ઓડીટોરીયમ હોલની પણ સુવિધા છે..

Tags:    

Similar News