4 ઓગસ્ટે ગુજરાત કોંગ્રેસનું મંથન, અશોક ગેહલોત આપસે જીતનો મંત્ર !

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ડિસેમ્બર ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

Update: 2022-08-01 05:16 GMT

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ડિસેમ્બર ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભાજપ, કોંગ્રેસ, આપ અને ઓવેસીની પાર્ટી AIMIM તમામ પક્ષો સક્રિય થયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ 125 લક્ષ્યાંક સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે વિધાનસભા ચૂંટણી જીત મંત્ર સાથે ગુજરાત કોંગ્રેસની આગામી 4 ઓગસ્ટના રોજ મહત્વ પૂર્વ બેઠક મળશે.

19 જુલાઇના રોજ મોકૂફ રહેલી બેઠક આગામી 4 ઓગષ્ટે મળશે.અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે આ બેઠકમાં અશોક ગેહલોત, કોંગ્રેસ સિનિયર નેતા અને લોકસભા દીઠ નક્કી કરાયેલા નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે. આ સાથે જ સિનિયર નિરીક્ષક તરીકે રાજસ્થાન સરકારના મંત્રીઓ અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રીઓ સહિત સિનિયર નેતા લોકસભા બેઠક દિઠ સિનિયર નિરીક્ષક બનાવ્યા છે. તે તમામ નેતાઓ બેઠકમાં હાજર રહેશે. તો પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત નેતાઓ ની ઉપસ્થિતિ બેઠક મળી હતી. કેમિકલ કાંડ મામલે કોંગ્રેસ આગામી 2 ઓગસ્ટ ના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરશે. હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેવા માટે કાઉન્સિલર અને ધારાસભ્ય જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાત ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી અને આગામી વિધાનસભા અંગે મંથન કરવામાં આવ્યું હતું

Tags:    

Similar News