"ATSનું ઓપરેશન" : મોરબીના ઝીંઝુડાથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ...

ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે રાજ્યમાં મોરબીના ઝીંઝુડા ગામમાંથી ATSએ 3 શખ્સોની કરોડોનો માદક પદાર્થ સાથે ધરપકડ કરી છે.

Update: 2021-11-15 05:07 GMT

ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે રાજ્યમાં મોરબીના ઝીંઝુડા ગામમાંથી ATSએ 3 શખ્સોની કરોડોનો માદક પદાર્થ સાથે ધરપકડ કરી છે. જોકે, હજુ સુધી ATS દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ કરાઈ નથી. પરંતુ કરોડનું ડ્રગ્સને પકડી પાડવા ATSએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 120 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે, આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 600 કરોડ હોવાનું મનાઈ રહ્યું છે.

મોરબીના નવલખી પોર્ટ પાસે ઝીંઝુડા ગામે સ્થાનિક પોલીસને સાથે રાખીને ATSએ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શમસુદ્દીન,ગુલામ હુસૈન,મુખ્તારહુસેન ઉર્ફે જબ્બાર નામના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગુલામ હુસૈન ભગાડ જામનગર સલાયા નો રહેવાસી છે જ્યારે મુખ્તારહુસેન ઉર્ફે જબ્બાર જામનગર જોડીયાનો રહેવાસી છે.થોડા સમય પહેલા દ્વારિકા થી પણ કરોડો રૂપિયાનું ડ્ર્ગ્સ પકડાયું હતું સૌરાષ્ટ્ર ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની રહ્યું છે અગાઉ પણ સુરત અને દ્વારકામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે ફરી મોરબીના ઝીંઝુડા ગામમાં થી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. કચ્છના મુંદ્રા પોર્ટ ઉપરથી પણ 21 હજાર કરોડનો 2988 કિલો હેરાઇન ઝડપાયું જે બાદ સુરતમાં MD ડ્રગ્સનો 58.530 ગ્રામ જથ્થો ઝડપાયો હતો, આમ જોતા હવે લાગી રહ્યું છે કે ગુજરાત ડ્રગ્સના કારોબાર માટેનું હબ બની રહ્યું છે. અગાઉ પણ રાજ્યમાં ડ્રગ્સના મળવાના અનેક કિસ્સા સામે છે, જો વાત કરવામાં આવે તો 24 ઓક્ટોબર અમદાવાદમાં 25 લાખનું ડ્રગ્સ ઝડપાયુ, તો 23 ઓક્ટોબરે વડોદરામાંથી ગાંજો અને MD ડ્રગ્સ ઝડપાયું, જ્યારે 22 ઓક્ટોબરે રાજકોટમાં ક્રિકેટર ડ્રગ્સ સાથે ઝડપાયો હતો, એટલું જ નહીં 12 ઓક્ટોબરે ડીસામાંથી 15 લાખનું ડ્રગ્સ ઝડપાયું તો 26 સપ્ટેમ્બરે સુરતથી 1 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો..જ્યારે 25 સપ્ટેમ્બરે સુરતથી 19.62 લાખનું MD ડ્રગ્સ જપ્ત પકડાયું હતું, જ્યારે 20 સપ્ટેમ્બરે પોરબંદર ડ્રગ્સ સાથે 7 ઇરાની નાગરિકો ઝડપાયા હતા.

Tags:    

Similar News