પાટણ : શંખેશ્વરના મુજપુર ગામેથી રિવોલ્વર અને દેશી તમંચા સાથે SOG પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ...
SOG પોલીસે બન્ને ઇસમોની ધરપકડ કરી શંખેશ્વર પોલીસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીકથી રિવોલ્વર અને દેશી તમંચા સાથે એસોજી પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક SOG પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બાઈક ઉપર જઈ રહેલા 2 શકમંદોને થોભાવી તલાશી લેતા તેઓની પદેથી 2 રિવોલ્વર અને એક દેશી તમંચો મળી આવ્યો હતો, ત્યારે SOG પોલીસે બન્ને ઇસમોની ધરપકડ કરી શંખેશ્વર પોલીસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ તેમના સાથે સંકળાયેલા અન્ય લોકો કોણ છે, તેમજ ગેરકાયદેસર હથિયાર કેમ પોતાની સાથે રાખ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.