રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર; સી આર પાટીલ અને નરેશ પટેલ વચ્ચે મહત્વની મુલાકાત

Update: 2021-11-20 15:18 GMT

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ મુલાકાતે છે ત્યારે પાટીદાર આગેવાન અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે રૂબરૂ જઈ તેમની મુલાકાત કરી હતી. બંને વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. જેમાં પાટીદાર સંસ્થાઓની માંગણી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા અંગે વાત થઈ હતી.

રાજ્યમાં રાજકીય રીતે સૂચક ગણાતી આ બેઠકમાં પાટીલે નરેશ પટેલને કેસો પરત ખેંચવા ભાજપ સરકાર કટિબદ્ધ હોવાની વાત કહી છે તેવી માહિતી મળી રહી છે. સાથે જ 78 જેટલા કેસો પરત ખેંચવાની તૈયારી સરકાર કરી રહી છે તેવી વાત રૂબરૂ જઇ નરેશ પટેલને કહી રોષ ભભૂકે તે પહેલા ઠાળવાનો પ્રયાસ કરાયો હોય તેવુ આ બેઠક પરથી સ્પષ્ટ તારણ નીકળે છે. બેઠક બાદ નરેશ પટેલે કહ્યું કે મને ખાતરી છે કે જલ્દીથી આ કેસો પરત લેવામાં આવશે. પાટીદારો સામે કેસ પરત ખેચવાની મને જાણ હતી સવારે પાટીલ સાહેબે આ વિશે નિવેદન આપ્યું હતું. મને સપ્તાહ પહેલા જ પાટીલ મળવા આવવાના છે તેની જાણ હતી. ટૂંક સમયમાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચાશે તેવી બાંહેધરી પાટીલે આપી છે. આમ રાજકોટ મુલાકાત દરમ્યાન સીઆર પાટીલ અને નરેશ પટેલ વચ્ચેની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 2022 પહેલા રાજ્યના સૌથી મોટા સમાજ પાટીદાર સમાજને મનાવવા ભાજપે કવાયત હાથ ધરી છે. 

Tags:    

Similar News