રાજકોટ : ગોંડલ માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું, 5 કિમી લાંબી લાગી વાહનોની કતાર...

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલના લાલ મરચાની બમ્પર આવક થવા પામી છે.

Update: 2022-01-16 11:15 GMT

સૌરાષ્ટ્ર વિસ્તારના સૌથી મોટા ગણાતા રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલના લાલ મરચાની બમ્પર આવક થવા પામી છે. જોકે, 50 હજાર ભારી મરચાની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાર્ડ બહાર મરચા ભરેલા 1500થી વધુ વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો જોવા મળી છે.

ગુજરાત ઉપરાંત બહારના રાજ્યના વેપારીઓ પણ રાજકોટ જિલ્લાના ગોંડલમાં મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે. ગોંડલના મરચાની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશ અને તેલંગણા સહિતના દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ રહેતી હોય છે, ત્યારે હાલ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં 20 કિલો મરચાના રૂપિયા 2500થી લઈ અને રૂપિયા 3500 સુધી ભાવ મળી રહ્યા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં જેતપુર, કોટડા, સાંગાણી, ગોંડલ, રાજકોટ અને જામકંડોરણા તાલુકાના તેમજ જૂનાગઢ અને જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મરચા વેચવા માટે આવતા હોય છે. જોકે, મોટી સંખ્યામાં ખેડૂતો મરચા વેચવા આવતા હોવાથી માર્કેટિંગ યાર્ડ બહાર 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી છે.

Tags:    

Similar News