રાજકોટ : ઉપલેટાના અવકાશમાં બનેલી વિચિત્ર ઘટનાથી સર્જાયું હતું કુતૂહલ

Update: 2021-06-22 07:11 GMT

ગત રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા, જેતપુર અને ભાયાવદરમાં રાત્રીના સમયે અવકાશમાં ભેદી ધડાકા સાથે છ-સાત લાઇટો અચાનક જોવા મળી હતી અને બાદમાં અદ્રશ્ય થઈ હતી. ધડાકો થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અવકાશમાં ભેદી ધડાકા સાથે લાઇટો થતાં લોકોમાં કુતૂહલ સરજ્યું હતું. કેટલાક લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો હતો.

ઉપલેટા, ભાયાવદર પંથકમાં સોમવારે રાતે જોરદાર ધડાકો સંભળાયા બાદ રોશનીના ચમકારા દેખાતા લોકોમાં ભય સાથે કુતૂહલ પેદા થયું હતું અને આ ઘટના સોશિયલ મીડિયામાં અલગ રીતે જાહેર થતાં પ્રજાજનો ગભરાયાં હતાં. આ અંગે મામલતદાર જી.એમ. મહાવદિયાએ જણાવ્યું હતું કે અમારે જામનગરની જેમ જ સમાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે.

એના ભાગરૂપે સોમવારે રાતે આવી ઘટના બની હતી અને ફાઇટર જેટ પસાર થતી વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને બાદમાં આ જેટની રોશનીના ચમકારા થતાં લોકોમાં ભય મિશ્રિત કુતૂહલની લાગણી પેદા થઇ હતી અને ભયના માર્યા લોકો બહાર દોડી આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોમાં કોઇ તથ્ય નથી. એરફોર્સની આ રૂટિન કવાયત માત્ર છે.

Tags:    

Similar News