સાબરકાંઠા : ચિતરિયાં ગામે સંચરાઈ મંદિરની દાનપેટીમાં લાગી આગ, ચલણી નોટોને નુકશાન...

વિજયનગરના ચિતરીયા ગામમાં સંચરાઇ માતાના મંદિરની દાનપેટીમાં કોઈક ટીકણખોરોએ આગ લગાવી દેવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

Update: 2022-01-07 09:50 GMT

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ચિતરીયા ગામમાં સંચરાઇ માતાના મંદિરની દાનપેટીમાં કોઈક ટીકણખોરોએ આગ લગાવી દેવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. આગના પગલે દાનપેટીમાં રહેલ ચલણી નોટોને નુકશાન થયુ હતું. જોકે, મંદિરની સુરક્ષામાં લગાવાયેલ CCTV કેમેરાને પણ નુકશાન કર્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, વિજયનગરના ચિતરિયામાં સંચરાઇ માતાજી મંદિરની દાનપેટીમાં સળગતી અગરબત્તી અને રૂની દિવેટ નાંખી દાનની રકમ અને મંદિરની સુરક્ષામાં લગાવાયેલ સીસીટીવીને નુકશાન કરતાં મંદિર ટ્રસ્ટના પ્રમુખે શંકા આધારે મંદિરના પૂજારી અને તેના ભાઈ સહિત અન્ય શખ્સ વિરુદ્ધ ચિઠોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સંચરાઇ માતાજી મંદિરમાં મૂકેલ દાનપેટી સભ્યોની હાજરીમાં ખોલતાં દાનપેટીમાં ભેગી થયેલી રકમ સળગીને બળેલી હાલતમાં જોવા મળી હતી, ત્યારે ફરિયાદના આધારે પોલીસે મંદિરના પૂજારી તેના ભાઈ તેમજ અન્ય વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

Tags:    

Similar News