સાબરકાંઠા : દશામાંના વ્રતની તડામાર તૈયારીને અપાયો આખરી ઓપ, મૂર્તિની ખરીદી કરવા મોટી સંખ્યામાં મહિલાઓ આવી પહોચી...

Update: 2023-07-16 12:33 GMT

આવતીકાલે થશે દશામાંના વ્રતનો પ્રારંભ

મૂર્તિની ખરીદી કરવા મોટી સંખ્યામાં મહિલાઓ આવી પહોચી

10 દિવસ નકોરડા ઉપવાસ કરી પુજા અર્ચના કરે છે

હિંમતનગર શહેરમાં ટાવર ચોક પાસે દશામાની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આજે શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દશામાંની મૂર્તિઓ ખરીદવા માટે આવી પહોચ્યા હતા.

શ્રાવણ માસની શરૂઆત થતાં શ્રાવણ માસમાં વિવિધ તહેવારો આવી રહ્યા છે ત્યારે આવતી કાલથી દશામાના વ્રતનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે હિંમતનગર શહેરમાં ટાવર ચોક પાસે દશામાની મૂર્તિની ખરીદી કરવા મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી હતી જો કે આજે છેલ્લા દિવસે મૂર્તિઓનું વેચાણ થતાં ગ્રામ્ય પંથકની મહિલાઓ મોટી સંખ્યામાં દશામાની મૂર્તિઓ સાથે સાથે પૂજાપાની ખરીદી કરી રહી હતી॰ દશામાંનું વ્રત ધારણ કરનાર મહિલાઓ 10 દિવસ નકોરડા ઉપવાસ કરીને દશામાની પૂજા અર્ચના કરે છે ,જ્યારે દસમા દિવસે મહિલાઓ જાગરણ કરીને બીજા દિવસ સવારે દશામાંની મૂર્તિ પાણીમાં વિસર્જન કરવામાં આવતી હોય છે॰ આમ દશામાના દસ દિવસ ઉપવાસ કરી મહિલાઓ પોતાના પરિવારની રક્ષા અને સુખાકારી માટે આ ખાસ આ વ્રત કરતી હોય છે.

Tags:    

Similar News