રાજ્યમાં એક સાથે 5 ટોપ IPSને મળ્યું પ્રમોશન

બે અધિકારીઓને IGP રેન્કમાંથી ADGPમાં બઢતી કરાઈ છે જ્યારે અન્ય ત્રણ IPS ને DIGP થી IGP બઢતી અપાઈ

Update: 2022-01-18 07:35 GMT

ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષની શરૂઆતમાં મોટા ફેરફારો થયા છે. બે અધિકારીઓને IGP રેન્કમાંથી ADGPમાં બઢતી કરાઈ છે જ્યારે અન્ય ત્રણ IPS ને DIGP થી IGP બઢતી અપાઈ છે. રાજ્ય પોલીસ બેડા માં બઢતી બદલી નો દોર યથાવત છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 2 IPS અધિકારીઓને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આપ્યું છે. ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષની શરૂઆતમાં મોટા ફેરફારો થયા છે.

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે આઈપીએસ અધિકારીઓને બઢતી અપાઈ છે. જ્યારે 3 આઈપીએસ અધિકારીઓને ગ્રેડ પ્રમોશન અપાયો છે.ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે બહાર પાડવામાં આવેલ ઓર્ડર મુજબ રાજ્યના બે IPS અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) તરીકે બઢતી આપવામાં આવી છે.1997 બેંચના IPS અનુપમ ગેહલોતને બઢતી આપી ADGP, CID (ઈન્ટેલિજન્ટ) ગાંધીનગરમાં નિમણૂક કરવામાં આવ્યા છે.

તેઓ હાલ IGP, CID, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. સાથે જ 1997 બેચના IPS ખુરશીદ અહેમદ ને પણ ADGP તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ રાજકોટ સીટીના સ્પેશિયલ પોલીસ કમિશનર (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવશે. તેના પહેલા તેઓ જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ સીટી (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવતા હતા

Tags:    

Similar News