આજથી શાળા શરૂ : વાલીઓની સંમતિ સાથે ધો. 1થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા...

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે આજથી એટલે કે, સોમવારથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે લીધો નિર્ણય હતો

Update: 2022-02-07 03:13 GMT

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે આજથી એટલે કે, સોમવારથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે લીધો નિર્ણય હતો, ત્યારે આજે વહેલી સવારથી જ શાળાઓમાં ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં સોમવારથી શાળામાં ઓફલાઇન વર્ગો શરૂ થશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગત શનિવારના રોજ કરી હતી, ત્યારે આજે એટલે કે, સોમવારથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસમાં મોટો ઉછાળો આવતા ધોરણ 1થી 9ની શાળાઑ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે સ્થિતિ એકદમ કાબુમાં આવી જતાં ફરી ગુજરાત સરકારે જૂની ગાઈડલાઇન પ્રમાણે શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, શાળાઓએ ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ કાર્ય આપવાનું રહેશે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. સાથે જ વાલીઓની સંમતિ હોય તો જ બાળકોને શાળાએ મોકલવાના રહેશે. જોકે, આજે વહેલી સવારથી જ શાળાઓમાં ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Tags:    

Similar News