સાબરકાંઠા : તેલંગણા-હૈદરાબાદના કૃષિ મંત્રીએ પ્રાંતિજના કતપુર ખાતે મુલાકાત લીધી

Update: 2021-08-02 06:45 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે તેલંગણા-હૈદરાબાદના કૃષિ મંત્રીએ દેવસ્ય ન્યુટ્રીશીયન પ્રા.લી પિનટ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી.

તેલંગણા-હૈદરાબાદના એગ્રીકલ્ચર, સહકાર અને માર્કેટિંગ મંત્રી એસ. નિરંજન રેડ્ડી દ્વારા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓ ઇફકો, કલોલ ગાંધીનગરની મુલાકાત બાદ પ્રાંતિજના કતપુર ખાતે આવેલ સિંગદાણામાંથી પિનટ બટર બનાવતી દેવસ્ય ન્યુટ્રીશીયન પ્રા.લી. પિનટ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી. જેમાં મુલાકાત દરમ્યાન પ્રોસેસિંગ સહિત પ્લાન્ટ ઉપર તૈયાર થતી પેકિંગ સહિતના યુનિટની મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી.

તો કંપનીના ડાયરેક્ટર તુષાર રાવલ, કિષ્ણકુમાર રાઠોડ, પ્રોડક્શન મેનેજર રાહુલ પટેલ, ઉજવલ્લ રાવલ ઉપસ્થિત રહી ભારતીય સંસ્કૃતિ મુજબ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પિનટ બટર પ્રોસેસિંગ યુનિટ પ્લાન્ટ વિશે વિસ્તૃત માર્ગદર્શન માહિતી પુરી પાડી હતી. પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ પીઆઇ એચ.એસ ત્રિવેદી દ્વારા કુષિ મંત્રીની મુલાકાત દરમ્યાન કોઈપણ અનિચ્છનીય બનાવના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો સરકાર દ્વારા તેલંગણા-હૈદરાબાદના કૃષિ મંત્રીને "Y+" કેટેગરી સાથે સુરક્ષા આપવામાં આવી હતી.

Tags:    

Similar News