રાજયમાં લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર થયું હતું લીક, છ આરોપીની ધરપકડ

રાજયમાં છેલ્લા ઘણા દિવસથી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકનો મુદ્દો બહુ ગાજયો છે

Update: 2021-12-17 07:28 GMT

રાજયમાં છેલ્લા ઘણા દિવસથી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકનો મુદ્દો બહુ ગાજયો છે ત્યારે હવે આ કેસમાં પોલીસે છ આરોપીની ધરપકડ કરતાં પેપર લીક થયું હોવાની વાતને સત્તાવાર સમર્થન મળી ગયું છે. પોલીસ હજી ચાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દોડધામ કરી રહી છે.

રાજયમાં હેડ કલાર્કની 186 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને રવિવારના રોજ તેની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પેપર ફુટી ગયું હોવાની ફરિયાદ આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના પુરાવા સાથે કરી હતી. હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું હોવાની કબુલાત ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે. વધુમાં પેપર લીક થયાની ફરિયાદ મળતાની સાથે પોલીસે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી દીધી હતી. પેપર લીક કરવાના મામલે છ આરોપીઓ ગિરફતમાં આવી ચુકયાં છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Tags:    

Similar News