ગુજરાત રાજ્યને મળ્યા નવા મુખ્ય સચિવ, 1987ની બેચના IAS અધિકારી રાજકુમારની નિમણૂંક...

ગુજરાત રાજ્યને નવા મુખ્ય સચિવ મળ્યા છે. IAS અધિકારી રાજકુમાર રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. પંકજકુમારના સ્થાને રાજકુમારની નિમણૂક કરવામાં આવી છે.

Update: 2023-01-25 10:17 GMT

ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ પંકજકુમાર 31મી જાન્યુઆરીએ વય નિવૃત્ત થવા જઈ રહ્યા છે, ત્યારે તેમના સ્થાને 1987ની બેચના IAS અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યને નવા મુખ્ય સચિવ મળ્યા છે. IAS અધિકારી રાજકુમાર રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. પંકજકુમારના સ્થાને રાજકુમારની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં રાજકુમાર ગૃહ વિભાગના ACS છે. આ રેસમાં અનેક નામ આગળ ચાલી રહ્યા હતા. પણ રાજકુમારની કામ કરવાની કુનેહ અને તેમના કાર્યકાળ દરમિયાન લીધેલા કેટલાક નિર્ણયો તેમના માટે લાભકારક સાબિત થયા છે. એક સમયે એવા સમાચાર સામે આવ્યા હતા કે, પંકજકુમારને એક્સટેન્શન આપવામાં આવશે. પણ રાજ્ય સરકારે છેવટે પોતાનો નિર્ણય બદલ્યો અને રાજકુમારની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરી છે. તેઓ આ મહિનાના અંતથી પોતાનો કાર્યભાર સંભાળશે. 

Tags:    

Similar News