કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાનું કેજરીવાલ પર નિશાન, દિલ્લીવાસીઓને કહ્યું પ્રદૂષણથી બચવું હોય તો માસ્ક પહેરજો, CM તો ચૂંટણીમાં વ્યસ્ત છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા શુક્રવારે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

Update: 2022-11-05 04:24 GMT

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા શુક્રવારે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, એટલા માટે દિલ્હીવાસી પોતાને પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પહેરે.ખતરનાક પ્રદૂષણના સ્તર અને સ્વાસ્થ્ય સંબંધી ચેતવણીઓથી ચિંતિત દિલ્હી સરકારે શુક્રવારે ઘોષણા કરી હતી કે, પ્રાઈમરી સ્કૂલ શનિવારથી બંધ રહેશે અને તેના 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે,

જ્યારે પ્રાઈવેટ ઓફિસોને પણ તે અનુસાર કામ કરવાની સલાહ આપી છે. દિલ્હીની વાયુ ગુણવત્તા સતત બીજા દિવસે પણ ગંભીર બની રહી હતી.માંડવિયાએ હિન્દીમાં કરેલા એક ટ્વિટમાં કહ્યું કે, દિલ્હીના લોકોને માસ્ક પહેરવા અને વાયુ પ્રદૂષણથી પોતાની જાતને બચાવવા માટે સચેત કર્યા છે, કારણ કે કેજરીવાલજી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડીની વાત કરવા અને દિલ્હીના ટેક્સપેયર્સના કરોડો રૂપિયા ખર્ચ કરીને જાહેરાતો આપવામાં વ્યસ્ત છે.

Tags:    

Similar News