વલસાડ : રૂ. 27 કરોડના ખર્ચે નવનિર્મિત રસ્‍તા અને પુલોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

વલસાડ તાલુકાના કચીગામ ખાતે રૂા. ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩ પુલો અને ૨ રસ્‍તાના કામોનું આજે ગુજરાત સ્‍થાપના દિને ખુલ્‍લા મૂકવામાં આવ્યા હતા

Update: 2022-05-01 12:14 GMT

વલસાડ તાલુકાના કચીગામ ખાતે રૂા. ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩ પુલો અને ૨ રસ્‍તાના કામોનું આજે ગુજરાત સ્‍થાપના દિનેરાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ અતિથિવિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલા વલસાડ જિલ્‍લા પ્રભારી અને આદિજાતિ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, નર્મદા અને જળસંપત્તિ રાજયમંત્રી જીતુ ચૌધરીની પ્રેરક ઉપસ્‍થિતિમાં ખુલ્‍લા મુક્યા હતા.

મંત્રીના હસ્‍તે લોકાર્પણ થયેલા પુલોમાં પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના હેઠળના રૂ. ૧૨ કરોડના ખર્ચે પાર નદી પર તૈયાર થયેલા કચીગામથી વાઘછીપા સુધીના ૨૮૮ મીટરના અને રૂ. ૩ કરોડના વણઝાર ખાડી પર તૈયાર થયેલા વાંકલ ફલધરા ચીંચાઇ સુધીના ૧૮ મીટરના અને કરંજીખાડી પર તૈયાર થયેલા પરવાસ એપ્રોચ રોડનો રૂ. ૧ કરોડ અને ૨૦ લાખના ૩૦ મીટરના બોક્ષ કલવર્ટ તેમજ રૂ. ૭.૮૪ કરોડના ખર્ચે રાબડા, નવેરા, ઓઝર, વેલવાચ, કચીગામ, ચીંચાઇ નાયકીવાડ સુધીના ૧૩. ૭ કિ.મી.ના તૈયાર થયેલો રસ્‍તો તેમજ રૂ. ૩.૨૦ કરોડના ખર્ચે ભોમાપારડી, રોણવેલ, કાંજણરણછોડ અને ઠક્કરવાડા સુધીના ૫.૬ કિ.મી.ના તૈયાર થયેલા રસ્‍તાનો સમાવેશ થાય છે.

Tags:    

Similar News