ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ

મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2022 એટલે કે આજે 5 વર્ષ પુરા થઇ રહ્યા છે.

Update: 2022-01-21 03:44 GMT

મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2022 એટલે કે આજે 5 વર્ષ પુરા થઇ રહ્યા છે. લાખો લેઉવા પાટીદાર સમાજના લોકો આ પંચવર્ષિય મહોત્સવના સાક્ષી બનવા જઇ રહ્યા હતા. જોકે કોરોનાાની મહામારીને કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ યોજાશે. જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજ વિવિધ માધ્યમોથી જોડાશે.લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા અલગ અલગ ધાર્મિક ચેનલોમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરશે. આ ઉપરાંત ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પણ લાઇવ રહેશે. મહોત્સવને લઇને લેઉવા પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ છે જેથી સમાજના લોકો દ્વારા ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રીન મુકીને આ મહોત્વના સાક્ષી બનશે.

કોરોનાને કારણે રાજ્ય સરકારની એસઓપી સાથે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.નવી ગાઇડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં ફેરફાર સાથે હવે સવારે 6થી 9 વાગ્યા સુધી મહાયગ્નનું આયોજન થશે, ત્યારબાદ મંદિરમાં મહાઆરતી થશે અને પછી ધ્વજારોહણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ હાજર રહેવા સૂચન કર્યું છે. બાકીના લોકોને વર્ચ્યુઅલ જોડાવા વિનંતી કરી છે. આ કાર્યક્રમ બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સમાજ જોગ સંદેશો આપશે અને અંતે રાષ્ટ્રગાન થશે.

Tags:    

Similar News