સુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગુજરાતની આન બાન અને શાન ગણાતા એશિયાટિક સિંહ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગીરના જંગલોમાં જોવાં મળે છે

Update: 2022-08-10 14:58 GMT

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આજ રોજ લોઢવા ગામની શ્રી કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી આહીર પરેશભાઈ વાળા, શાળાના શિક્ષક ગણ મિત્રો તેમજ શાળાની બાળાઓ દ્વારા આજ રોજ વિશ્વ સિંહ દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સિંહ જંગલનો રાજા છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગીરના જંગલોમાં જોવાં મળતાં ' એશિયાટિક સિંહ' ગુજરાતનું ગૌરવ છે. સાવજ અને વનરાજના નામે ઓળખાતા આ શક્તિશાળી પ્રાણીનો વનમાં દબદબો હોય છે. તેની એક ગર્જના આસપાસમાં સન્નાટો લાવી દેવા માટે પૂરતી હોય છે. સિંહની વસ્તી પૃથ્વી પર દિવસેને દિવસે ઘટતી રહી છે. તેનું જતન અને સંરક્ષણ થાય અને પ્રકૃતિની સમતુલા જળવાઈ રહે તેવાં આશયથી પ્રતિવર્ષ 10 મી ઓગસ્ટના


રોજ ' વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. લોઢવા ગામની શ્રી કન્યા શાળામાં પણ આજ રોજ ભવ્ય ઉજવણી કરી હતી શાળાની બાળાઓ એ સિંહ ના મોહરા પેહરી સમગ્ર લોઢવા ગામની ગલી તેમજ શેરી માં રેલી યોજી હતી સાથે સાથે "સિંહ ગીરનું અભિન્ન અંગ છે " તેમજ " ગુજરાત નો ગૌરવ ગીર નો સાવજ" સુત્રના પોસ્ટર લઈ સમગ્ર ગામને સિંહ બચાવવાં માટે જાગૃત પણ કર્યા હતા આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના આચાર્ય આહીર પરેશભાઈ વાળા તેમજ શાળાના શિક્ષક ગણ મિત્રો જોડાયા હતા લોઢવા ગામની શ્રી કન્યા શાળા ગીર સોમનાથ જિલ્લાની એક માત્ર એવી શાળા છે જ્યાં શાળાની બાળાઓ શિક્ષણ લઈને ખુબ જ આગળ વધી રહી છે. લોઢવા ગામમાં ફરજ બજાવતા શિક્ષકોનો પણ એવો સંકલ્પ છે કે ગામની કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત ના રહે અને તે માટે ત ખુબજ મહેનત કરે છે...

Tags:    

Similar News