ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન, 19 જિલ્લાની 89 બેઠક થશે મતદાન

આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાને છે.

Update: 2022-12-01 02:10 GMT

આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાને છે. જેમને જીતાડવા, હરાવવા માટે 19 જિલ્લાના 2 કરોડ 13 લાખ મતદારો, મતદાન કરશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે

પહેલા તબક્કામાં સુરતના મજુરાથી હર્ષ સંઘવી, કતારગામથી વિનોદ મોરડિયા, સુરત પશ્ચિમ બેઠકથી પૂર્ણેશ મોદી, ભાવનગર પશ્ચિમ બેઠકથી જીતુ વાઘાણી, પોરબંદરથી બાબુ બોખીરિયા, રિવા બા જાડેજા જેવા ભાજપના દિગ્ગજોનું ભાવિ નક્કી થશે. તો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, લલિત કગથરા, ઈન્દ્રનીલ રાજ્યગુરુને વિધાનસભામાં મોકલવા કે નહીં તેનો નિર્ણય આજે જનતા કરી લેશે. તો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા નવા રાજકારણીઓનું ભાવિ પણ આજે જનતા નક્કી કરશે.

Tags:    

Similar News