અમદાવાદ રાણીપના રૂપિયા 26 કરોડના ખર્ચે તૈયાર થયેલ  બસ ટર્મિનલ નું લોકાર્પણ કરાયું.

Update: 2016-03-28 07:30 GMT

અમદાવાદ ના રાણીપ ખાતે રૂપિયા 26 કરોડના ખર્ચે નવનિર્મિત બસ ટર્મિનલ નું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદના રાણીપ બસ ટર્મિનલ 12,200 ચો.મી વિસ્તારમાં અધતન સુવિધાઓ,મુસાફરો માટે આરામ દાયક સવલતો સાથે રૂપિયા 26 કરોડના ખર્ચે આકાર પામ્યું છે.

આ બસ ટર્મિનલ ની લોકાર્પણ વિધિ પ્રસંગે જન મેદનીને સંબોધન કરતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જાણ્યું હતું કે રાજ્ય ના મુસાફરોના સુરક્ષિત યાતા યાત માટે જરૂરિયાત મુજબ મીની બસ સેવા શરુ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત તરફ જતી બસ સુવિધા ઉપલબ્ધ થવાથી આ વિસ્તારમાં રહેતા ઉત્તર ગુજરાતની જનતા ને વધુ સુવિધા મળી રહેશે.અને ગુજરાત સરકારે એસટી ને સહાય કરી ગરીબ અને જરૂરિયાત મંદ સૌને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકારના નિર્ણય ને બિરદાવ્યો હતો.

આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણી સહીત સાંસદ સભ્ય,મંત્રી,ધારાસભ્ય તેમજ એસટી યુનિયન ના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Similar News