રાતે જમ્યા પછી તરત કરો આ કામ, ક્યારેય નહીં બનો ડાયાબિટીસના શિકાર....

Update: 2023-10-03 08:08 GMT

ડાયાબિટીસની બીમારી દુનિયાભરમાં મહામારીની જેમ ફેલાઇ રહી છે. કરોડો લોકો આ બીમારીની ઝપટમાં આવી ચુક્યા છે અને તેનાથી પણ વધુ સંખ્યામાં લોકો પર તેનું જોખમ તોળાઇ રહ્યું છે. તેનાથી શરીરના તમામ અંગ ડેમેજ થવાનું શરૂ થઇ જાય છે. ડાયાબિટીસથી બચવા માટે લોકોએ હેલ્ધી ડાયેટ ફોલો કરવું જોઇએ અને રોજ ફિઝિકલ એક્ટિવીટી કરવી જોઇએ. એક રિસર્ચમાં ડાયાબિટીસથી બચવાની સરળ રીત સામે આવી છે, જેને અપનાવીને તમે આ ખતરનાક બીમારીથી તમારો બચાવ કરી શકો છો.

જમ્યાના કેટલા સમય પછી કરવી જોઇએ વોક?

જમ્યાના કેટલા સમય પછી વોક કરવી સૌથી વધુ ફાયદાકારક હોય છે? તો લોકો જમ્યાના 60થી 90 મિનિટની અંદર વોક કરી શકો છો. આ દરમિયાન શરીરનું બ્લડ શુગર લેવલ પોતાના સૌથી હાઇ લેવલ પર હોય છે. ફક્ત ગણતરીની મિનિટની વોક કરવાથી તેમાં ઘટાડો થાય છે અને તે આગામી એક કલાકમાં નોર્મલ થઇ જાય છે. તેનાથી લોકોની હેલ્થ સુધરે છે. જો તમે હેલ્થને ફાયદો કરાવવા માગતા હોવ તો તમે 30 મિનિટ વોક કરી શકો છો. તેનાથી તમારી હાર્ટ હેલ્થને પણ મજબૂતી મળશે અને ફિટનેસ સુધરશે. વોક કરવાથી મેદસ્વીતાનું જોખમ પણ નથી રહેતું.

વોક કરવાથી થશે અન્ય ગજબ ફાયદા

ડિનર ઉપરાંત લંચ પછી પણ થોડી મિનિટ સુધી વોક કરવી જોઇએ. જો તમારી પાસે સમય હોય તો 30થી 60 મિનિટ સુધી વોક કરી શકો છો. આવું કરવાથી તમારુ બ્લડ પ્રેશર કંટ્રોલ થઇ શકે છે.

Tags:    

Similar News