શું તમને કલાકો સુધી લેપટોપ પર કામ કરવાથી હાથની નસોમાં દુખાવો થાય છે? તો અજમાવો આ ઉપાય

વર્તમાન સમયની મોર્ડન લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો કલાકો સુધી લેપટોપ પર બેસીને કામ કરે છે.

Update: 2023-06-05 08:40 GMT

વર્તમાન સમયની મોર્ડન લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો કલાકો સુધી લેપટોપ પર બેસીને કામ કરે છે. જેના કારણે તેમને નસ અને હાથના કાંડામાં ખૂબ વધુ દુખાવો અને તકલીફ શરૂ થઈ જાય છે. જોકે કાંડા અને નસોમાં દુખાવાના અન્ય કારણ હોઈ શકે છે. એક જ પોઝિશનમાં કલાકો સુધી હાથ રાખવા, કાંડા પર ભાર પડે છે. ભારે સામાન ઉઠાવવાથી પણ કાંડા પર ખૂબ વધુ ભાર લાગે છે. આવી સ્થિતિમાં તમે આ નુસ્ખા અજમાવી શકો છો. જેનાથી તમને ખૂબ વધુ આરામ મળશે.

બ્રીથિંગ એક્સરસાઈઝ કરો

ઘણી વખત શરીરમાં બ્લડ ફ્લો યોગ્ય રીતે ના થવાના કારણે ઘણા ભાગોમાં નસોમાં દુખાવો થવા લાગે છે. આવુ તમારી સાથે પણ જ્યારે થાય ત્યારે તમારે બ્રીથિંગ એક્સરસાઈઝ જરૂર કરવી જોઈએ. આનાથી તમને ખૂબ વધુ આરામ મળશે. રિપોર્ટ અનુસાર તમે દરરોજ લાંબા શ્વાસ વાળી બ્રીથિંગ એક્સરસાઈઝ કરશો તો આનાથી તમને નસોમાં થતા દુખાવાથી છુટકારો મળી જશે. સાથે જ તમને તાત્કાલિક આરામ મળશે.

નીલગિરીના તેલની માલિશ

નસોમાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે નીલગિરીના તેલથી માલિશ કરો. નીલગિરીના તેલમાં ઘણા પોષક ગુણ હોય છે જે બ્લડના ફ્લોને યોગ્ય કરે છે. જેમાં દુખાવાથી આરામ મળી શકે છે. આ માટે સૌથી પહેલા હથેળી પર નીલગિરી તેલ લો અને પછી આને હળવા હાથથી કાંડાની ઉપર મસાજ કરો.

ગ્રીન ટી પીવો

હાથ કે કાંડાની નસોમાં દુખાવો થાય છે તો તમે ગ્રીન ટી પી શકો છો. આનાથી તમારી નર્વસ સિસ્ટમ સારી રહે છે. સાથે જ બ્રેઈન યોગ્ય રીતે ફંક્શન કરે છે. દરરોજ 2-3 કપ ગ્રીન ટી તમારા આરોગ્ય માટે સારી હોય છે. આનાથી નસોમાં થતા દુખાવામાં ખૂબ આરામ મળે છે.

10 મિનિટ ચાલો

તમારી શરીરમાં વધુ દુખાવો થઈ રહ્યો હોય તો દરરોજ 10 મિનિટનું વોક જરૂર કરો. આ વોક તમે જમ્યા બાદ કે સાંજના સમયે કરી શકો છો. જો તમારુ વોક કરવાનું મન નથી તો તમે ઘરે જ યોગ અને એક્સરસાઈઝ કરી શકો છો.

Tags:    

Similar News