સવારે ખાલી પેટ આ ફળોનું કરો સેવન, વજન ઘટવાની સાથે અનેક મોટા ફાયદાઓ.....

Update: 2023-07-30 10:03 GMT

આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીમાં ફિટ રહેવું એ એક ખૂબ જ મોટું કામ છે. ફિટ રહેવા માટે શરીરને જરૂરી યોગ્ય માત્રામાં પોષકતત્વો મળે તે ખૂબ જરૂરી છે. તેથી જ રોગોથી બચવા માટે સમયાંતરે યોગ્ય ફાળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. જો તમે વિવિધ રોગોથી બચવા માંગતા હોવ તો તમારે તમારા આહારમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ. ફળ ખાવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે.

ઘણી વાર ડોકટરો કહે છે કે જો તમારે દિવસની શરૂઆત તંદુરસ્ત રીતે કરવી હોય તો ફળોથી કરો. જેથી તમે જીવનભર ઉર્જાવાન રહેશો. આવી સ્થિતિમાં સવાલ એ થાય કે ખાલી પેટે ફળ ખાઈ શકાય. આજે આ લેખ દ્વારા આપણે ફળ ખાવાના યોગ્ય સમય અને રીત વિષે જાણીશું.

ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે?

કેટકાક એવ ફળ હોય છે જે ખાલી પેટે સરળતાથી ખાઈ શકો છો. પરંતુ ઘણા એવા પણ ફળો હોય છે. જે તમે નાસ્તામાં કે લંચની વચ્ચે ખાઈ શકો છો. એટલે કે 10 થી 12ની વચ્ચે ખાઈ શકો છો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ઘણા એવા ફળ છે જેમાં ફાયબર અને પ્રોટીનની માત્રા વધુ હોય છે. તેને સવારે વહેલા ખાવાના બદલે 10 થી 12 ની વચ્ચે ખાવા જોઈએ.

ખાલી પેટે ક્યાં ફળો ખાવા જોઈએ?

1. દાડમ

દાડમમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સિડેંટ અને એંટીઇન્ફ્લુમેટરી ગુણ આવેલા હોય છે. તમે ખાલી પેટે આરામથી દાડમ ખાઈ શકો છો. દાડમ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ રહેતી નથી અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે.

2. સફરજન

તમે ખાલી પેટે સફરજન પણ ખાઈ શકો છો. આના કારણે તમારું વજન પણ નિયંત્રિમાં રાખવાની સાથૅ સાથે શરીરમાં પોષકતત્વોની કમી પણ નહીં રહે. કબજિયાત અને ગેસથી છુટકારો મળશે. પાચનતંત્ર સારું રહેશે.

3. કિવી

કિવીમાં ઘણા પોષકતત્વો હોય છે. જેને તમે ખાલી પેટે ખાઈ શકો છો. ડેન્ગ્યુ રોગમાં કિવી ખૂબ જ ઉત્તમ છે. આને કારણે પાચન તંત્ર બરાબર રહે છે. અને શરીરને ભરપૂર ઉર્જા મળી રહે છે.

4. પપૈયા

પપૈયું ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો તમે વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો પપૈયું બેસ્ટ છે. કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. કબજિયાત અને પેટ ફૂલવાની સમસ્યામાં પણ રાહત મળે છે..

Tags:    

Similar News