કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં ફાયદાકારક છે લસણ, જાણો તેને ખાવાની રીત......

દરેક ભારતીયોના રસોડામાં લસણનો ઉપયોગ તો થતો જ હોય છે. તે ખોરાકને સ્વાદિષ્ટ અને સુંદર બનાવે છે.

Update: 2023-09-14 11:21 GMT

દરેક ભારતીયોના રસોડામાં લસણનો ઉપયોગ તો થતો જ હોય છે. તે ખોરાકને સ્વાદિષ્ટ અને સુંદર બનાવે છે. આ સિવાય લસણનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓને પણ મટાડી શકે છે. તેમાં એંટીવાયરલ, એંટીબેક્ટેરિયલ, એંટીફંગલ અને એંટીઓક્સિડેંટ્સ જેવા અનેક ગુણો આવેલા હોય છે. લસનમાં મેંગેનીઝ, કોપર અને કેલ્સિયમ જેવા ઘણા પોષક તત્વો આવેલા હોય છે. લસણ ખાવાના ઘણા ફાયદાઓ છે. આવો જાણીએ તે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કેવી રીતે નિયંત્રિત કરે છે.

લસણની પેસ્ટ ખાઓ

લસણની પેસ્ટને લવિંગ અને ઓલિવ ઓઇલમાં સાંતળી લો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને ખાઓ. શેકેલું લસણ પણ સ્વાદિષ્ટ લાગે છે.

ખાલી પેટે કાચું લસણ ખાઓ

જે લોકોને કોલેસ્ટરોલની સમસ્યા હોય છે તેના માટે કાચું લસણ રામબાણ ઉલાજ છે. કાચું લસણ ખાવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરી શકાય છે. આ હદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. જો તમે પણ વધતાં કોલેસ્ટરોલની સમસ્યાથી પરેશાન છો તો સવારે એક ગ્લાસ પાણી સાથે કાચા લસણની કળીને લવિંગ સાથે ખાઈ શકો છો.

લસણની ચા

સુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવા માટે લસણ વાળી ચા બેસ્ટ ઓપસન છે. તમે તેને તમારી ડાયતમાં સામેલ કરી શકો. ચા બનાવવા માટે એક પેનમાં પાણી ગરમ કરો. તેમાં લસણની પેસ્ટ નાખો. તેને બરાબર મિક્સ કરો. પછી તેમાં એક થી બે ચમચી તજ નાખો. થોડી વાર પછી ગેસ બંધ કરી દો. લસણની ચા તૈયાર છે.

લસણ અને મધ

લસણ અને મધ એક સાથે ખાવાથી ફાયદો થાય છે. આ માટે લસણની કળીઓના ટુકડા કરો તેમાં મધના થોડા ટીંપા નાખો. પછી આ મિશ્રણને ચાવીને ખાઓ. જો તેનો સ્વાદ તીખો હોય તો તમે ગરમ પાણી પી શકો છો.  

Tags:    

Similar News