આયર્નની ખામીથી વાળ થઈ શકે છે એકદમ પાતળા, આ બે ઘરેલુ ઉપચાર વધારશે તમારા વાળનો ગ્રોથ....

વાળની સુંદરતા અને મજબૂતી માટે પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં કોઈ પોષક તત્વોની ખામી જોવા મળે છે

Update: 2023-12-04 10:38 GMT

વાળની સુંદરતા અને મજબૂતી માટે પોષક તત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં કોઈ પોષક તત્વોની ખામી જોવા મળે છે તો તેની સીધી અસર વાળ પર થાય છે. વાળના પાતળા હોવાનું વિટામિન ઇ ની ખામી પણ હોય શકે છે. વિટામિન એ,બી, સી, અને ઇ અને આયર્નની ખામીથી વાળ પાતળા થઈ શકે છે.

આ રીતે ઘરેલુ ઉપચારથી વધારો વાળનો ગ્રોથ

· ડુંગળીનો રસ : વાળના વિકાસ માટે ડુંગળીનો રસ કારગત ઉપાય માનવામાં આવે છે. તેના રસમાં સલ્ફર હોય છે. જે વાળના વિકાસમાં વધારો કરે છે. ડુંગળીના રસને વાળમાં અડધો કલાક સુધી લગાવી રાખવો અને પછી શેમ્પુથી વાળને ધોઈ નાખો. તમને થોડા જ સમયમાં ફરક જોવા મળશે.

· નારિયેળનું તેલ : નારિયેળનું તેલ વાળ માટે સારું પોષણ માનવામાં આવે છે. નારિયેળ તેલમાં એંટીઓક્સિડેંટ્સ અને વિટામિન ઇ હોય છે જે વાળના વિકાસ અને મજબૂતી માટે આવશ્યક છે. નારિયેળ તેલને ગરમ કરીને વાળમાં વાળમાં લગાવો અને એક કલાક બાદ વાળને ધોઈ નાખો.

વાળને સ્વસ્થ રાખવા માટે આ વિટામીન્સ છે ખૂબ જ જરૂરી....

· આર્યનની ખામીથી વાળ પાતળા થઈ જવા અને વાળનું ખરવું વગેરે જેવી સમસ્યા વધારી શકે છે.

· વિટામિન A વાળના વિકાસ અને યોગ્ય માવજત માટે ખૂબ જ આવશ્યક છે. તેની ખામીના કારણે વાળ ખરવા અને પાતળા થવાની સાથે ડેંડરફની સમસ્યા વધુ રહે છે.

· વિટામિન બી ની ખામીથી પણ વાળ સફેદ થવાની સાથે ખરવા અને પાતળા થવાની સમસ્યા વધી જાય છે.

· વિટામિન સી વાળના વિકાસ અને કોલેજન બનાવવા જરૂરી બને છે. તેની ખામીથી વાળ પાતળા થાય છે અને ડેંડરફ વધે છે.

· વિટામિન ઇ વાળને સૂરજના કિરણોથી બચાવે છે. તેની ખામીથી પણ વાળ તૂટે છે ને પાતળા થાય છે.   

Tags:    

Similar News