સુરત: ભાડાના મકાનમાં રહેતા ટેમ્પોચાલકનું વગર પૈસે થયું હૃદયનું ઓપરેશન, આ કાર્ડ આશીર્વાદરૂપ સાબિત થયું

Update: 2021-10-13 09:39 GMT

આયુષ્યમાન ભારત કાર્ડ ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિ માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઇ રહ્યું છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા મજુરી કામ કરી શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર રહેતા ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિપકભાઈ ગહવાને મધ્યરાત્રીએ હૃદયમાં દુખાવો થતા પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલ દ્વારા બે લાખ સુધીનો ખર્ચ જણાવતા પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. દિપક ગહવાના પરિવાર જણો તેઓના વિસ્તારમાં આવેલ પ્રિતમ કોમન સર્વિસ સેન્ટર પર ગયા હતા. પ્રિતમ કોમન સર્વિસ સેન્ટરના ઓપરેટર વિજય સોનવને દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આયુષ્યમાન કાર્ડ યોજના વિશે સમગ્ર માહિતી આપી તેઓને એક જ દિવસમાં આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જરૂરી પુરાવા રાશન કાર્ડ અને આવકનો દાખલો નિઃશુલ્ક બનાવી કે.પી સંઘવી હોસ્પિટલ  દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યું હતું. તેઓના પરિવારજનોએ આયુષ્યમાન કાર્ડના માધ્યમથી ખાનગી હોસ્પિટલમાં હૃદયની ગંભીર બીમારીની નિઃશુલ્ક સારવાર મેળવી હતી. 


સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આયુષ્યમાન કાર્ડ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓનું નિશુલ્ક સારવાર દર્દી ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં મેળવી શકે છે. આ યોજનાનો લાભ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગર ખાતે રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિપક ગહવાને લાભ થયો છે. દિપક ગહવાને મધ્ય રાત્રિએ અચાનક હૃદયમાં દુખાવો થયો હતો પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા ફરજ પર હાજર ડોક્ટરે તેઓને અઢી લાખ જેટલો ખર્ચ જણાવતા પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા તેઓના વિસ્તારમાં આવેલ કોમન સર્વિસ સેન્ટર પર એક જ દિવસમાં આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ઉપયોગી ડોક્યુમેન્ટ બનાવી કે પી સંઘવી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ બનાવ્યો હતો.આ કાર્ડના માધ્યમથી તેઓએ તાત્કાલિક સારવાર કરી હતી તેઓના પરિવારજનો આ સરકારની યોજનાનો લાભ લઈ સરકાર નો ખુબ આભાર વ્યક્ત કરી તેમજ જ નિશુલ્ક રીતે આયુષ્યમાન કાર્ડ બનાવી આપનાર પ્રિતમ કોમન સર્વિસ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News