આવનાર દિવસોમાં આવી રહી છે ઓમિક્રોન લહેર, ભારતમાં ડેલ્ટા જેવી સ્થિતિ પેદા થઇ શકે છેઃ UNની ચેતવણી

Update: 2022-01-14 03:57 GMT

UNના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોનાની બીજી અથવા ડેલ્ટા વેરિયન્ટથી એપ્રિલથી જૂન વચ્ચે 2.4 લાખ લોકોના મોત થયા અને અર્થવ્યવસ્થામાં સુધારને અસર થઇ.એટલું જ નહીં રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આવનાર સમયમાં આ પ્રકારની સ્થિતિ જલ્દીથી ઉભી થઇ શકે છે.UNની વર્લ્ડ ઇકોનોમિક સિચુએશન એન્ડ પ્રોસપેક્ટ્સ(WESP) 2022ના રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વેરિયન્ટના કારણે સંક્રમણની નવી લહેર આવી રહી છે અને અર્થવ્યવસ્થાઓ પર આની અસર નક્કી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં ડેલ્ટાની જીવલેણ લહેરમાં એપ્રિલથી જૂન સુધી 2.4 લાખ લોકોના મોત થયા. UNના રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાયરસ સંક્રમણ ફેલાતો રોકવા માટે તમામ સુધી વેક્સિન પહોંચાડવા સહિત વૈશ્વિક દ્રષ્ટિ ન અપનાવવામાં આવી તો મહામારી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ખતરો બની રહેશે. સાથે જ દક્ષિણ એશિયા આગળ વધુ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. આ કોરોના વેક્સીનેશનની ધીમી ગતી નવા વેરિયન્ટને વારંવાર વધવા અને કેસમાં ઝડપ આવવાનું કારણ બને છે

Tags:    

Similar News