આંધ્રપ્રદેશ રેલવે દુર્ઘટના માનવસર્જિત ભૂલનું પરિણામ! વિપક્ષ કેન્દ્ર સરકાર સામે લાલઘૂમ, મૃતકાંક 13 થયો……

એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે.

Update: 2023-10-30 05:59 GMT

એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે. તેમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન વિપક્ષે આ અકસ્માતને લઈને સવાલો ઉઠાવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો છે કે રેલવે ક્યારે ઊંઘમાંથી બહાર આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં અવારનવાર આ પ્રકારના ટ્રેન અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે વધુ એક વિનાશક અકસ્માત, આ વખતે આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાં જેમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે સર્જાઈ દુર્ઘટના. ઓછામાં ઓછા 13ના મોત અને 25થી વધુ ઘવાયા. તેમણે આગળ કહ્યું કે વારંવાર આવી ઘટનાઓ બનવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિતોના પરિજનો સાથે મારી સંવેદના અને અમે તાત્કાલિક કાર્યવાહીની માગ કરીએ છીઅ. રેલવે ઊંઘમાંથી ક્યારે બહાર આવશે? આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં હાવડા-ચેન્નઈ લાઇન પર એક ટ્રેન સિગ્નલને પાર કરીને બીજી ટ્રેન સાથે અથડાયા બાદ ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યાં 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અને 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ વચ્ચે ટક્કર થઈ હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછળથી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા અને સિગ્નલથી આગળ જતી વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેનનો એન્જિન પાટા પરથી ઉતરી ગયો હતો

Tags:    

Similar News